ટંકારા : ટંકારા- લતીપર રોડ ઉપર આજે સવારે બે બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા- લતીપર રોડ ઉપર સાવડી અને સરાયા વચ્ચે દત પોલીપેક સામે આજે સવારે બે બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે 108 મારફત ટંકારા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.