તા. 3 જુલાઈએ સરકારી અને 8 જુલાઈએ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની થશે નિમણુંક મોરબી : મોરબી જિલ્લામાં ખાનગી સ્કૂલને હંફાવી રહેલી સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હવે પૂર્ણ થવામાં છે. મોરબી જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિકની 38 સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં કુલ 73 જેટલી ખાલી જગ્યાઓ છે. જેમાંથી 57 શિક્ષકોને નિમણુંક હુકમ આગામી 3 અને 8 તારીખના રોજ વીસી હાઈસ્કૂલ ખાતે આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મોરબી સહિત રાજ્યભરની હાઈસ્કૂલમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે હાથ ધરેલી પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લામાં આવેલી 14 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે જેમાં 82 શિક્ષકોની જગ્યા મંજુર છે અને તેમાંથી 47 ભરાયેલ છે અને બાકી રહેલ 35 શિક્ષકોને નિમણુંક હુકમ ટૂંક સમયમાં જ આપવામાં આવશે. જયારે જિલ્લામાં આવેલી 24 ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 169 શિક્ષકોની જગ્યા મંજુર છે અને તેમાંથી 131 ભરાયેલ છે અને બાકી રહેલ 38 માંથી 22 શિક્ષકોને નિમણુંક હુકમ ટૂંક સમયમાં જ અપાશે. જેમાં કોમર્સમાં -7, ઈકોનીમીક્સમાં -3, અંગ્રેજીમાં -6, જિઓગ્રાફીમાં - 1, ફિજીક્સમાં-1, સ્ટેટેસ્ટીકમાં - 2, ગુજરાતીમાં -1 અને સોશ્યોલોજીમાં -1ની જગ્યા ભરાશે.વધુમાં તા. 3 જુલાઈએ સરકારી અને 8 જુલાઈએ ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોને નિમણુંક પત્ર આપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.