એડવાન્સ પેમેન્ટ મેળવી ગઠિયાએ કુર્તીને બદલે જૂનું એક પેન્ટ મોકલી આપ્યુંમોરબી : મોરબીમાં ઓનલાઈન ઠગાઈના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ટ્રેડ ઇન્ડિયા ડોટ કોમ ઉપર ઓનલાઈન કુર્તી ખરીદી માટે સર્ચ કરનાર યુવાનને ભેજા બાજ ગઠિયાએ ફોન કરી 100 કુર્તીનો ઓર્ડર લઈ 15000 એડવાન્સ મેળવી લઈ કુર્તીને બદલે જૂનું એક પેન્ટ મોકલી ઠગાઈ કરતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગરમાં ઉમા વિલેજ સોસાયટીમા રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.23 જુનના રોજ તેઓએ ટ્રેડ ઇન્ડિયા ડોટ કોમ વેબસાઈટ ઉપર ઓનલાઈન કુર્તી મંગાવવા સર્ચ કરતા હતા ત્યારે આરોપી મોબાઈલ ધારક 7041459596 વાળાએ મેસેજ કરી કુર્તી ખરીદી બાબતે વાતચીત કરી 150 રૂપિયામાં એક કુર્તી વેચાણ આપવા નક્કી કરી 100 કુર્તીના 15000 રૂપિયા સ્કેનર મોકલી ઓનલાઈન મેળવી લીધા હતા. જો કે, બાદમાં ભેજા બાજ ગઠિયાએ કુર્તી મોકલવાને બદલે પાર્સલમાં એક જૂનું પેન્ટ મોકલી આપતા રવિભાઈ છેતરાયા હોવાનો અહેસાસ થતા ઘટના અંગે વોટ્સએપ મોબાઈલ ધારક વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.