મોરબી : આખું વિશ્વ જયારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે મોરબીના પર્યાવરણ પરિવાર દ્વારા અનોખી રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હાલ દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તે ધ્યાનમાં લઈને પર્યાવરણ પરિવારના સભ્યો દ્વારા આંબલી, લીમડો, આસોપાલવના બીજ એકત્રિત કરી, તેના બીજ બોલ બનાવીને જ્યા વૃક્ષો ન હોય તેવી જગ્યાએ એ બીજ બોલ મૂક્યા હતા. ચોમાસાની ઋતુમાં આ બીજ વૃક્ષ થઈ પાંગરે. આ કાર્યમાં જોડાયેલ પર્યાવરણ પરિવારના વિચારક પરમાર નર્મદાબેન લાલજીભાઈ, સોનગ્રા રુદ્ર, સોનગ્રા યશ, હડિયલ જયદેવ, હડિયલ ધર્મેશ, ગોસ્વામી મૌલીક, વાઘેલા મીતરાજસિંહ, ડાભી રતિલાલ, ડાભી બાબુલાલ, પરમાર વસંત, પરમાર અમિત, નકુમ રવી, સોઢા પૂર્વરાજસિંહ, પરમાર મણીલાલ, હડિયલ પ્રદીપ, મોરબીના કવિ નર્મદાનંદન કવિ જલરૂપ આ પર્યાવરણીય પ્રોજેક્ટમાં સહયોગી થઈ આ સુંદર કાર્ય કર્યું હતું.