મોરબી : મોરબીના જીતેન્દ્રભાઈ પિત્રોડાએ તેમના જન્મદિવસ નિમિત્તે તા. 29-6-2025 ને રવિવારના રોજ મોરબીમાં ચાલતી શ્રી મા મંગલમૂર્તિ દિવ્યાંગ શાળાના 30 જેટલા બાળકો તથા તેમના વાલીઓને જોવા જેવી ફિલ્મ 'સિતારે જમીન પર' નેકસસ સિનેમા પર બતાવવામાં આવી હતી. આ ફિલ્મ જોવાથી સિનેમા ઘરમાં બાળકો તથા વાલીઓમાં આનંદ છવાયો હતો. આ ફિલ્મ બતાવવા બદલ મા મંગલમૂર્તિ દિવ્યાંગ શાળાના આચાર્ય દુર્ગાબેન કૈલા તથા સમગ્ર સ્ટાફે જીતેન્દ્રભાઈ ચિત્રોડા, દિગપાલસિંહ તથા નેકસસ સિનેમાનો આભાર વ્યક્ત કર્યો હતો.