બટેટાની બોરીની આડમાં બીયરનો જથ્થો લઈ જવાતો હતો, ડ્રાઇવરની ધરપકડ મોરબી : હળવદના નવા દેવળીયા નજીક એસએમસીએ ગત મોડી રાત્રે રૂ.18 લાખની કિંમતનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક પકડી લઈ એક શખ્સની ધરપકડ કરી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર એસએમસીના પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટની ટીમે હળવદ- માળિયા હાઇવે ઉપર નવા દેવળીયા ગામ પાસે ગત રાત્રીએ બિયર ભરેલો ટ્રક પકડ્યો છે. જેમાંથી બટેટાની બોરીઓની આડમાં છુપાવેલ 8298 બિયર ટીન કિંમત રૂ.18.25 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ટ્રક મળીને રૂ.28.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બિયરના આ જથ્થા સાથે ટ્રક ડ્રાઇવર મુકેશભાઈ પુનામારામ જંગુ રહે. રાજીવનગર, જાલોરની ધરપકડ કરવામાં આવી છે. સપ્લાયર ડી.એસ.જાસોલ, બે અજાણ્યા લોકો, ટ્રક માલિક, દારૂનો જથ્થો મંગાવનાર સહિતના લોકો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરવામાં આવી છે.