મોરબી : મોરબીમાં સ્વ. મુકેશભાઈ હરખજીભાઈ ભોજાણી બહાદુરગઢ વાળાના બેસણા પ્રસંગે શ્રદ્ધાંજલિ આપવા માટે આજ રોજ 30 જૂનના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જય દ્વારકાધીશ ફાર્મ એસ. પી. રોડ, સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી કરવામાં આવ્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં 90 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. મુકેશભાઈ ભોજાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. બેસણા પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરી ભોજાણી પરિવારે સમાજને પ્રેરણા આપી હતી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં રુદ્ર ભોજાણી, કૌશિક ભોજાણી, ડો.માનસી ભોજાણી, ડો. કૃપલ ભોજાણી, ડો. પ્રફુલ પનારા અને ભોજાણી પરિવારે સહયોગ આપ્યો હતો. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ, સંબંધીજનોનો આભાર માન્યો હતો.