મોરબી : મોરબી શહેરમાં આવેલી માસુમ હોસ્પિટલ સામેની ન્યૂ વિશાલ સ્ટોર વાળી શેરીમાં વરસાદ પડતા જ કિચડનું સામ્રાજ્ય સર્જાયું છે. મેઇન રોડ પર મહાનગરપાલિકા દ્વારા લેવલ કરીને માત્ર કાંકરી નાખી દેવામાં આવી છે. જોકે વરસાદ પડતા જ કિચડ અને પાણી ભરાઈ ગયું છે. જેના કારણે આજરોજ એક બોલેરો અને એક રીક્ષા ખાડામાં ફસાઈ ગઈ હતી. આ શેરીમાંથી દરરોજ અનેક વાહનો અને લોકો પસાર થતા હોય છે ત્યારે તેઓને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ શેરીમાં યોગ્ય રોડ કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ શેરીમાં પાકો રોડ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.