મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 30 જૂન ને સોમવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, સીંગદાણા, ચણા, કાળા તલ અને લાલચોળી તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 743 ક્વિન્ટલ એટલે કે 3715 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1920 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 607 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 521 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 1006, જીરુંના 3820, બાજરાના 378, જુવારના 882, મગના 1418, સીંગદાણાના 1500, ચણાના 1100, કાળા તલના 3055 અને લાલચોળીના 1260 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 900 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 350 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 500 રૂપિયા, દુધીના 600 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.