મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકેથી સુપર માર્કેટ સુધીની ગટર ઉભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી આ ગટર ઉભરાઈ રહી છે. લોકોને મુશ્કેલી પડી રહી છે. મહાપાલિકાના અધિકારીને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.