મોરબી : નવનાત વણિક સમાજ દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઈ શાહની આગેવાની હેઠળ મોરબી જિલ્લા સમગ્ર કમિટી દ્વારા તારીખ 29 જૂન ને રવિવારે સવારે 9 થી 11 દરમિયાન નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં માત્ર બે કલાકમાં જ 550 અનેક જાતના રોપાઓનું નિશુલ્ક ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ વ્યવસ્થામાં પ્રમુખ નીતિનભાઈ મહેતા, ઉપ-પ્રમુખ ભગવાનજીભાઈ શાહ, મહામંત્રી પરેશભાઈ શાહ, મંત્રી હિતેશભાઈ ભાવસાર, ખજાનચી નયનભાઈ મહેતા, મહિલા કમિટી પ્રમુખ ચાંદીનીબેન મણિયાર, ઉપપ્રમુખ વૈશાલીબેન શાહ તેમજ સમગ્ર ટીમના સહકારથી આ આયોજન સફળ થયું હતું.