સાત વર્ષથી બાકી રહેલું કામ અંતે નગરપાલિકા દ્વારા પૂર્ણ કરાયુંટંકારા : ટંકારા શહેરમાં ઓવરબ્રિજનું નાળું હવે સિમેન્ટ રોડથી મઢવામાં આવ્યું છે. જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સરળ અને સલામત બનશે. આ પ્રોજેક્ટ સ્થાનિક પ્રશાસન નગરપાલિકાના સહયોગથી પૂર્ણ થયો છે. રાજકિય અગ્રણી ધર્મેન્દ્ર ત્રિવેદી અને ભાવેન સેજપાલે દુવિધા અંગે તંત્રને તાકીદે કામ કરવા સુચના આપ્યા બાદ રોડ ઉપર સિમેન્ટ નાખીને યોગ્ય ચાલવા લાયક રોડ બનાવી દેવામાં આવ્યો છે આ નાળું જે અગાઉ કાચા રસ્તા અને ખરાબ સ્થિતિને કારણે વાહનચાલકો માટે મુશ્કેલીઓ ઊભી કરતું હતું. તે હવે ટકાઉ અને મજબૂત સિમેન્ટ રોડથી બનાવવામાં આવ્યું છે. નાળામાં સિમેન્ટ રોડ બની જતાં હવે ચોમાસા દરમિયાન પાણી ભરાય રહેવાની સમસ્યા પણ દૂર થશે. મહત્વનું છે કે, આ રોડ બનાવવા અંગે રોડ વિભાગને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. અંતે સાત વર્ષ બાદ ટંકારા નગરપાલિકાએ આ નાળામાં સિમેન્ટ રોડ બનાવીને લોકોની સમસ્યા દુર કરી છે