મોરબી : આજ રોજ 30 જૂને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ ડી.વાય.એસ.પી. દલવાડી, પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના અધ્યક્ષ સ્થાને વય નિવૃત્ત થનાર ટ્રાફિક શાખાના કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ટ્રાફિક શાખાના મનુભાઈ રાયધનભાઈ ડાંગર, માવજીભાઈ સુખાભાઈ ચાવડા તથા પોલીસ કંટ્રોલ રૂમના પ્રભુભાઈ અવચરભાઈ અઘારાનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. તેમજ તેમની ફરજને બિરદાવામાં આવી હતી. સાથો સાથ નિવૃત્તિ પછીનું તેમનું જીવન ખૂબ જ નિરોગી તેમજ દીર્ઘાયું રહે તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.