જયદીપ એસોસિએટસ પ્રા. લી. દ્વારા સાંસદ સભ્ય કેસરીદેવસિંહ ઝાલા સમક્ષ લેખિતમાં રજૂઆતમોરબી : મીઠા ઉદ્યોગના વિકાસ તેમજ નવલખી બંદરે આધુનિક સુવિધાઓમાં વધારો કરી વિકાસ કરવાની માંગ સાથે જયદીપ એસોસિએટસ પ્રા. લી. દ્વારા સાંસદ સભ્ય કેસરીદેવસિંહ ઝાલા સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં દેશના કુલ ઉત્પાદનના 80 % મીઠાનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. અને રાજ્યનો મુખ્ય ઉદ્યોગ છે. ત્યારે મીઠા ઉદ્યોગમાં કામ કરતા અગરિયાઓ માટે વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલી છે જેને કાયમી ધોરણે નિકાલ માટે માળિયા (મિયાણા) તાલુકામાં રણ વિસ્તારમાં પીવાના પાણીની લાઈન નાખી પીવાનું પાણી મળી રહે તે માટેનું આયોજન કરવા, મીઠાના એકમોમાં આવવા જવા માટે સ્ટેટ હાઇવેથી ગામડાની જોડતા રસ્તાઓ નેશનલ હાઈવેથી જોડતા પાકા રસ્તાઓ બનાવવા, માળિયા (મિયાણા)ના રણ વિસ્તારમાં જેવા કે, લવણપુર, વર્ષામેડી, બોડકી, બગસરા, જાજાસર, હરિપર વગેરે ગામોને નેશનલ હાઇવે સાથે જોડતા રસ્તાઓનું નિર્માણ કરવું તેમજ આ વિસ્તારમાં સાયક્લોનથી બચાવવા માટે આ વિસ્તારમાં સાયક્લોન સ્લેકર બનાવવા, મોરબી જિલ્લાના માળીયા મી. તાલુકામાં ઉત્પાદિત થતા મીઠાના નિકાસ માટે ડેલીગેટ જેટી બનાવવા, મીઠાઉત્પાદિત વિસ્તારથી હરિપર, જાજાસર, દેવગઢ, હળવદ તાલુકાના રણ વિસ્તાર તથા સુરજબારી વિસ્તાર નવલખી બંદરથી ખુબ જ દૂર થતું હોય, જેથી મીઠાના પરિવહનમાં ખૂબ મોટો ખર્ચ થતો હોય, તથા નવલખી બંદરે કોલ આયાત થતો હોવાથી મીઠામાં કોલસાનું ડસ્ટિંગ થવાથી ત્યાં મીઠાનું નિકાસ શક્ય નથી માટે માળિયા (મિયાણા) તાલુકાના બગસરા વિસ્તારમાં એટલે કે હડકીય ક્રિકમાં જેટી બનાવવાની માંગ કરવામાં આવી છે.