મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વીસીપરા વિસ્તારની મદિના સોસાયટી શેરી નંબર 1માં સફાઈ ન થતી હોય અને કચરો લેવા કોઈ આવતું ન હોવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને કરવામાં આવી છે.સ્થાનિક રહીશ અસલમભાઈ સુમરાએ કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મદિના સોસાયટી શેરી નંબર 1માં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની સાફ સફાઈ થઈ નથી. સફાઈ કામદારો લાંબા સમયથી સફાઈ કરવા આવ્યા નથી. આ ઉપરાંત કચરો લેવા આવતું ટ્રેક્ટર પણ નિયમિત નથી આવતું. જેના કારણે આ વિસ્તારમાં ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. જેથી લોકોના આરોગ્ય પર અસર થઈ રહી છે. આ અંગે વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ ધ્યાન આપતું નથી. તેથી વીસીપરા વિસ્તારની સોસાયટીઓમાં તાત્કાલિક સાફ સફાઈ કરાવવામાં આવે અને કચરો લેવા માટે નિયમિત વાહન મોકલવામાં આવે તેવી માગ કરાઈ છે.