મોરબી : મોરબીમાં વરસાદ પડતાં જ ઠેર ઠેર ખાડાઓમાં પાણી ભરાય રહેવાની સમસ્યા સામે આવી રહી છે. આ ખાડામાં અનેક વખત નાના-મોટા અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે આજ રોજ મોરબીના રવાપર રોડ પર HDFC બેંક વાળી શેરીમાં ઘનશ્યામ ડેરીની બાજુમાં એક કાર પાણી ભરેલા ખાડામાં ફસાઈ હતી. રસ્તાની બાજુમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાંથી પસાર થતી કારનું એક ટાયર ખાડામાં ફસાઈ ગયું હતું. જો કે મહામહેનતથી કારને બહાર કાઢી હતી.