મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તથા ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા હરિયાળું મોરબી હરિયાળું ગુજરાત અંતર્ગત તા. 1-7-2025 ને મંગળવારના રોજ સવારે 9 કલાકે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર શનાળા રોડ મોરબી ઉમિયા સર્કલ પાસે વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવશે. આ પર્યાવરણ પ્રોજેક્ટ લાયન્સ કલબ ઓફ મોરબી સિ લટી ના 2025-26 વર્ષના પ્રેસિડેન્ટ લા. હરખજીભાઈ ટી. સુવારિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. જેમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેવાભાવી સભ્યો તથા લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ)ના પાસ્ટ ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક ગવર્નર રમેશભાઈ રૂપાલા અને ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો પણ હાજર રહીને રોપાઓ વિતરણ કરવામાં સહભાગી થશે.