મોરબી : મોરબી - આમરણ હાઇવે ઉપર ગત તા.10 જુનના રોજ આમરણ ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે જીજે - 12 - બીવાય - 6368 નંબરના ટાટા ટેન્કર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટેન્કર ચલાવી જીજે - 10 - બીકે -8376 નંબરના બાઇકને પાછળથી હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં નૂરમામદભાઈ દાઉદભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી. જ્યારે બાબુભાઇ દેવાભાઈ ખીટ રહે.આમરણ વાળાને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લાખાભાઈ બાબુભાઇ ખીટે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.