મોરબી : વાંકાનેરના હરણી પોલીસ મથકના અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો હેપી ધીરેન્દ્રભાઈ તીવારી ઉ.21 રહે.ભાટિયા સોસાયટી, વાંકાનેર વાળો મોરબી સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીક આવ્યો હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે છાપો મારી હેપી તિવારીને ઝડપી લઈ વડોદરા હરણી પોલીસને સોંપી આપવા તજવીજ શરૂ કરી છે.