બે સગાભાઈઓએ મોરબીના આસામીની જમીનમાં વાવેતર કરી આર્થિક ઉપાર્જન કરતા ફરિયાદમોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે કરોડોની કિંમતી પારકી જમીન બે સગાભાઈઓએ પચાવી પાડી ખેતી કરવાનું શરૂ કરી કબજો કરી લેતા આ મામલે જમીન માલિકે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા કરેલી અરજી મંજુર થતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બે આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામના રેવન્યુ સર્વે નંબર 34 પૈકી 9ની બે એકર જમીન ધરાવતા વસંતભાઇ છગણભાઇ રાજકોટિયા રહે.એસપી રોડ મોરબી વાળાની આ જમીન ખાનપર ગામના રહેવાસી એવા આરોપી પ્રકાશ તરસીભાઈ જીવાણી અને કલ્પેશ તરશીભાઈ જીવાણી નામના શખ્સોએ જૂન 2024થી કબ્જે કરી આ જમીનમાં ઉપજ લઈ આર્થિક ઉપાર્જન કરતા હોય ફરિયાદી વસંતભાઇએ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા અરજી કરતા અરજી મંજુર થતા મોરબી તાલુકા પોલીસ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.