સુભાષનગરમાં બનેલી ઘટના અંગે વેવાઈ પક્ષના 23 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલ સુભાષનગરમાં રહેતા પાટીદાર સમાજના વૃદ્ધ અને તેમના ભાઈ ઉપર તેમના જ વેવાઈપક્ષના 23 લોકોએ હુમલો કરી ધોકા ફટકારી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વેવાઈપક્ષ સાથે ઝઘડો થવાના મૂળમાં ભોગ બનનારના ભત્રીજાના સાળા અને સસરા વચ્ચે મિલકત સંબંધે તકરાર હોય પાટીદાર વૃદ્ધે પોતાના ભત્રીજાને આ ઝઘડામાં મધ્યસ્થી નહિ કરવા કહેતા સામે વાળાઓએ એક સંપ કરી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના માર્કેટિંગ યાર્ડ પાછળ સુભાષનગરમાં રહેતા દિલીપભાઈ મોતીભાઈ મેંદપરા ઉ.58 નામના વૃદ્ધે આરોપીબ (૧) નિગમભાઇ શાંતીલાલ ધોરીયાણી રહે. ઉમિયા ચોક, મોરબી (૨) નિમીતાબેન વા ઓ કેવલભાઇ ધોરીયાણી રહે. ખબર નથી (૩) પુષ્પાબેન નિગમભાઇ ધોરીયાણી રહે. મોરબી (૪) નિતીનભાઇ શીવાભાઇ મેરજા રહે.મોરબી (૫) પ્રદિપભાઇ પરસુંબીયા રહે. ગોકુલ મથુરા સોસાયટી, દલવાડી સર્કલ, મોરબી (૬) સંગીતાબેન પ્રદિપભાઇ પરસુંબીયા રહે. ગોકુલ મથુરા સોસાયટી, દલવાડી સર્કલ, મોરબી (૭) જાગૃતિબેન નવીનભાઇ ચાડમીયા રહે. મોરબી (૮) નવીનભાઇ ડાયાભાઇ ચાડમીયા રહે. મોરબી (૯) રવીભાઇ નિગમભાઇ ધોરીયાણી રહે. ઉમિયા ચોક, મોરબી (૧૦) નિરજભાઇ શાંતીભાઇ ધોરીયાણી રહે. ઉમિયા ચોક, મોરબી (૧૧) રાજભાઇ નિરજભાઇ ધોરીયાણી તથા અજાણ્યા આશરે બારેક માણસો રહે. ઉમિયા ચોક, મોરબી વાળાઓ વિરુદ્ધ ઘરમાં અપપ્રવેશ કરી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારવા અંગે તેમજ ફરિયાદી દિલીપભાઈ તેમજ તેમના ભાઈ સંજયભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વધુમાં દિલીપભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા ઋતુલના સાળા કેવલ અને તેના સસરા ભરતભાઇ મગનભાઈ ધોરીયાણીને મિલકત બાબતે ઝઘડો ચાલતો હોય જેથી ફરિયાદી દિલીપભાઈએ કેવલને ફોન કરી પોતાના ભત્રીજાને આ ઝઘડામા સામેલ નહિ કરવાનું કહેતા કેવલની પત્ની નિમિતા અલગ અલગ માણસોને સાથે લાવી દિલીપભાઈના ઘેર અપપ્રવેશ કરી ગાળો આપી માર મારતા તમામ 23 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.