મોરબી : મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલા ઉમિયા આશ્રમ- સત્યનારાયણ ગૌશાળા ખાતે આગામી તારીખ 10 જૂન ને ગુરુવારના રોજ ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે ગુરુ પૂજનનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 11:30 કલાકે સર્વે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો આ ગુરુપૂર્ણિમા ઉત્સવમાં પધારવા સર્વે ભક્તોને વ્યવસ્થાપક દેવેન્દ્રસિંહ સજુભા જાડેજા અને મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.