ટીમ એજ્યુકેશન વાંકાનેર દ્વારા અપાઈ વિદાયવાંકાનેર : વાંકાનેર શહેરના બી.આર.સી. ભવનના આંગણે તા.29/06/2025 ને રવિવારના રોજ વાંકાનેર તાલુકાના વયનિવૃત થયેલ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) ડો. જે.જી. વોરા અને વાંકાનેરના માજી બી.આર.સી. મયુરરાજસિંહ પરમારની જિલ્લાફેરથી બદલી થતા આ બંનેનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાંકાનેર તાલુકાના ટી.ડી.ઓ. બિપીનભાઈ સોલંકી, ટી.પી.ઈ.ઓ. કિશોરભાઈ રાઠોડ,તાલુકા હિસાબનીશ આશિષભાઈ મકવાણા, કેળવણી નિરીક્ષક રમેશભાઈ ડાભી, યુવરાજસિંહ વાળા, અશોકભાઈ સતાસિયા, અબ્દુલરહીમભાઈ બાવરા, હાલના બી.આર.સી. જાવેદભાઈ બાદી, લાભુબેન કારાવદરા, નવઘણભાઈ દેગામા, મહેન્દ્રસિંહ ઝાલા, તમામ સી.આર.સી.કો., તાલુકા શાળાના આચાર્યો તેમજ બહોળી સંખ્યામાં હાજર રહેનાર વાંકાનેર તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં માનભેર વિદાય સમારંભ યોજાયો હતો.જેમાં વાંકાનેરની ટીમ એજ્યુકેશન દ્વારા TPEO અને BRC CO.ને હાર પહેરાવી, સાલ ઓઢાડી અને સપ્રેમ ભેટ આપી તેમનું અદકેરું સન્માન કરાયું હતું. સાથે સી.આર.સી કો. અમિતભાઈ દેથરિયા દ્વારા ડો. જે.જી. વોરાનું અને હસનપર પ્રા. શાળાના શિક્ષક ધવલભાઈ મહેતા દ્વારા મયુરરાજસિંહ પરમારનું ખાસ સન્માપત્રક વાંચન દ્વારા રજૂ કરાયું હતું. ત્યારબાદ ડો. જે.જી. વોરા તેમજ મયુરરાજસિંહ પરમાર દ્વારા વિદાયને અનુરૂપ પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં જેમનો મહત્વનો રોલ અને ફરજ એટલે એન્કરિંગની જવાબદારી સી.આર.સી.કો. કૌશિકભાઇ સોની દ્વારા સુંદર રીતે રજૂ કરાઈ હતી. તેમજ કાર્યક્રમના અંતમાં દીઘલીયા પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ કાલરીયા દ્વારા આભારવિધિ કરાઈ હતી અને એક સફળ વિદાય સમારંભને પૂર્ણ જાહેર કરાયો હતો. ત્યારબાદ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.