મોરબી : મોરબીના ભોજાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મુકેશભાઈ હરખજીભાઈ ભોજાણીની સ્મૃતિમાં આવતીકાલે તારીખ 30 જૂન ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે મોરબીના એસપી રોડ પર આવેલા જય દ્વારકાધીશ એસી હોલ-2 ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થઈને રક્તદાન કરવા કૌશિકભાઇ ભોજાણી અને ભોજાણી પરિવાર દ્વારા અપીલ કરાઈ છે.