મૂળ આંધ્રપ્રદેશના આધેડ સાથે ગઠિયાઓ ઓનલાઈન જોબવર્કના નામે ઠગાઈ કરીમોરબી : મોરબીમાં શેરબજાર, ક્રીપ્ટો કરન્સી અને જાણીતી કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે અગાઉ અનેક લોકો સાથે ઓનલાઈન છેતરપિંડીના બનાવ વચ્ચે મોરબી ખાતે રહેતા મૂળ આંધ્રપ્રદેશના આધેડ સાથે ઘેર બેઠા રૂપિયા કમાવવાના ઓનલાઈન કામ આપવાને નામે 62.93 લાખની છેતરપિંડી આચરવામાં આવતા સાત આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના સત્યનારાયણા નાગેન્દ્રવરાપ્રસાદ વિરાભદ્રારાવ કલ્લા ઉ.52 નામના આધેડે અલગ અલગ સાત ટેલિગ્રામ યુઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તા.4 મે 2025થી 21 મે દરમિયાન આરોપીઓએ ટેલિગ્રામ દ્વારા વાતચીત કરી ઘેર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી ભરોસો કેળવી અલગ અલગ બહાને 62,93,925 ઓનલાઈન જોબ વર્ક પેટે રોકાણ કરાવી આજદિન સુધી પરત નહિ આપી છેતરપીંડી કરતા સાતેય આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.