હેવી ક્રેઇન વડે તોતિંગ ટર્બાઇન દૂર ખસેડવા પ્રયાસો, ટ્રાફિકને અસરમોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર સુરજબારી પુલ પાસે સાંજના સમયે ટ્રેઇલર ટ્રકમાં લઈ જવાઇ રહેલ પવનચક્કીનું ટર્બાઇન કાર ઉપર ખાબકતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ પહોચી હતી.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ - મોરબી હાઇવે ઉપર શનિવારે સાંજના સમયે પવન ચક્કીનું તોતિંગ ટર્બાઇન લઈને જઇ રહેલ ટ્રક ટ્રેઇલરમાંથી ટર્બાઇન સહિતનો માચડો હાઇવે ઉપરથી પસાર થતી કાર ઉપર ખાબકતા કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.