ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાયત્રીનગર નજીક ઢોરા વાળા રસ્તેથી પસાર થતું જીજે - 36 - એબી - 5536 નંબરનું એક્ટિવા અટકાવી આરોપી પ્રવીણ કરણાભાઈ મોરી અને સિકંદર હસનભાઈ મોઢિયા રહે.બન્ને ટંકારા વાળાઓની તલાશી લેતા ટુબર્ગ સ્ટ્રોંગ બિયરના 4 ડબલા કિંમત રૂપિયા 436 મળી આવતા પોલીસે 30 હજારના એક્ટિવા સહિત 30,436નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.