પોલીસે 30 ચપલા તેમજ 3 લાખની કાર કબ્જે કરીમોરબી : મોરબી બાયપાસ ઉપર અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નેકસસ સિનેમા પાસેથી તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂના 180 મીલી માપના ચપલા લઈને નીકળેલા એક શખ્સને દબોચી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે ગતરાત્રીના મોરબી બાયપાસ ઉપર નેકસસ સિનેમા નજીક વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પસાર થનાર હોવાની બાતમીને આધારે વોચ ગોઠવતા જીજે - 36 - એએલ - 3047 નંબરની સ્વીફ્ટ કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી જાવીદ ઇસ્માઇલભાઈ સાઈચા રહે.વીસીપરા વાળો વિદેશી દારૂની 180 મીલી માપની 30 બોટલ કિંમત રૂપિયા 11,125 સાથે ઝડપાઇ જતા પોલીસે 3 લાખની કાર સહિત 3,11,125નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યાવહી કરી હતી.