મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપીને કચ્છથી ઝડપી લીધોમોરબી : માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ કચ્છના ભચાઉ તાલુકાના જશોદાનગરમાં રહેતા આરોપી મહેશ દેવાભાઈ ખીટ ઉ.30 નામના શખ્સ વિરુદ્ધ પાસ દરખાસ્ત મંજુર થતા ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપીને કચ્છથી ઝડપી લઈ વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.