આદી કૈલાશની જાત્રા પૂર્ણ કર્યાની ખુશાલીમાં મોરબીના રીટાયર્ડ એન્જિ. રાજેન્દ્રભાઈ ઠાકર પરિવાર દ્વારા ઉજવણી કરાઈ મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબીના રાજેન્દ્રભાઈ એમ. ઠાકર તથા ભારતીબેન ઠાકર દ્વારા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈ તથા ભારતીબેને આદી કૈલાશની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરતા તેની ખુશાલીની ઉજવણી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી કરી હતી. આ દરમ્યાન ઠાકર પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. આ તકે મોરબી ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ સફળ જાત્રાની શુભકામના પાઠવી હતી.