મરચાં, રીંગણા, કારેલા, ગુવાર સહિતના શાકભાજીના ભાવ વધ્યા તો લીંબુના ભાવ ઘટ્યામોરબી યાર્ડમાં આજે 487 ક્વિન્ટલ તલ અને 407 ક્વિન્ટલ ઘઉંની આવકમોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 28 જૂન ને શનિવારના રોજ ઘઉં, તલ, મગફળી, રાય, જીરું, સુવાદાણા, સીંગફાડા, મગ, અડદ, ચણા, એરંડા, ગુવાર બી, કાળા તલ, મઠ અને તુવેર તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 487 ક્વિન્ટલ એટલે કે 2435 મણ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ આજે 1980 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 407 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ભાવ 518 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 974, રાયના 1241, જીરુંના 3760, સુવાદાણાના 1310, સીંગફાડાના 1476, મગના 1387, અડદના 1350, ચણાના 1100, એરંડાના 1294, ગુવાર બીના 902, કાળા તલના 2435, મઠના 800 અને તુવેરના 1202 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.છેલ્લા કેટલાક દિવસથી લીંબુના ભાવ સતત ગગડી રહ્યા છે. લીંબુના ભાવ આજે 400 રૂપિયા પ પ્રતિમણ બોલાયા છે. આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 900 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1900 રૂપિયા, ભીંડાના 900 રૂપિયા, ટામેટાના 700 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 400 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 360 રૂપિયા ભાવ બોલાયા છે.