મોરબી : મોરબીના સામાકાંઠે એલઈ ગ્રાઉન્ડ સામે આવેલા જોડિયા હનુમાનજીના મંદિરે આજે કપિરાજ પધાર્યા હતા. મંદિરે આવતા દર્શનાર્થીઓએ કપિરાજના દર્શન કર્યા હતા. કપિરાજે પણ મંદિર પરિસરમાં ખાસ્સો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન કપિરાજે મંદિરમાં બેસીને કેળા અને શ્રીફળનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. મંદિરમાં કપિરાજને નિહાળીને લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા અને જાણે હનુામનજીના રૂપમાં કપિરાજ દર્શન દેવા આવ્યા હોય તેવો અનુભવ કર્યો હતો.