બન્ને હાથમાં તેમજ ગળાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાઇમોરબી : માળીયા મિયાણા શહેરના જામનગર હાઇવે ઉપર રાયસંગપર ગોળાઈ નજીક રહેતા પરિણીતા સાથે નજીવી બાબતે બોલાચાલી ઝઘડો કર્યા બાદ પતિએ છરી વડે હુમલો કરી હાથ તેમજ ગળાના ભાગે ઇજા પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.માળીયા મિયાણા જામનગર હાઇવે ઉપર રાયસંગપર ગોળાઈ નજીક રહેતા આશબાઈ યાસીનભાઈ જામ ઉ.28 નામની પરિણીતાએ તેણીના પતિ યાસીન જુસબભાઈ જામ ઉ.35 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેણીના લગ્ન દસેક વર્ષ પૂર્વ આરોપી યાસીન સાથે થયા બાદ હાલમાં ત્રણ બાળકો છે. અને તેની સંયુક્ત પરિવારમાં રહેતી હોય ગત તા.25ના રોજ રાત્રીના આરોપી પતિ યાસીને બોલાચાલી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી બાદમાં છરી વડે હાથ તેમજ ગળાના ભાગે છરકા કરી ઇજા પહોંચાડતા પ્રથમ માળીયા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.