આવતીકાલથી ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતામોરબી : મોરબી સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડિયા દ્વારા જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં તા. 28 જૂનથી 2 જુલાઈ 2025 દરમ્યાન ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.મોરબી જિલ્લામાં આજે 28 જૂનના રોજ 140 મીમી સુધી વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે મોરબી જિલ્લામાં આજે છૂટાછવાયા વિસ્તારમાં ખૂબ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 29 જૂનના રોજ 90 મીમી, 30 જનના રોજ 40 મીમી, 1 જુલાઈના રોજ 30 મીમી અને 2 જુલાઈના રોજ 20 મીમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આ સમયગાળામાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન 32 - 35 ડીગ્રી સેલ્શિયસ જેટલું તેમજ રાત્રી દરમ્યાન લઘુત્તમ તાપમાન 23 - 26 ડીગ્રી સેલ્શિયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં ભેજનું પ્રમાણ મહત્તમ 90 - 95 ટકા અને લઘુત્તમ ભેજનું પ્રમાણ 85 - 95 ટકા રહેશે. આ ઉપરાંત પવનની દિશા નૈઋત્યની રહેવાની અને પવનની ઝડપ 13 - 25 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.