હજારો બાળકોએ શિક્ષણ કાર્યનો પ્રારંભ કર્યોમોરબી : કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકોનો, બાળકો માટેનો, બાળકો દ્વારા ચાલતો કાર્યક્રમ. વર્ષ 2003થી શરૂ થયેલ આ પરંપરા અનુસાર ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 26 થી 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. જેમાં હજારો બાળકોને બાલવાટીકા, આંગણવાડી, ધોરણ 1 અને ધોરણ 9 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.માણેકવાડા પ્રાથમિક શાળામાણેકવાડા પ્રાથમિક શાળામાં પ્રવોશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 બાળકોને તલાટી મંત્રી નિશાબેન પટેલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરી બાલવાટીકામાં પ્રવેશ આપવામાં આવ્યો. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા, ટી.ડી.ઓ પી.એસ ડાંગર અને સીઆરસી કોડીનેટર ફરજ બજાવતા રિકેતભાઇ વિડજા વગેરે અધિકારીઓનું બેન્ડ દ્વારા વિદ્યાર્થીઓએ વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાવડી હાઇસ્કૂલસાવડી હાઇસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને અધ્યક્ષ ડૉ. કિશોરભાઈ ધારૈયા (અંડર સેક્રેટરી ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, સચિવાલય- ગાંધીનગર), તેજલબેન દેકાવડિયા (સી. ડી.પી. ઓ. ટંકારા), કલ્પેશભાઈ ફેફર (બી.આર.સી.), આનંદકુમાર મોકાસણા (સી.આર.સી ), ગામનાં સરપંચ ટપુભાઈ, તલાટી મંત્રી, હાઇસ્કૂલના ટ્રસ્ટીઓ, સાવડી હાઇસ્કૂલ તથા સાવડી પ્રાથમિક શાળા અને જયનગર પ્રાથમિક શાળાના આચાર્ય, ગ્રામજનો, વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિવિઘ દાતાઓ દ્વારા નવા પ્રવેશ પામેલ બાલવાટિકા, આંગણવાડી, ધોરણ 1 અને ધોરણ 9 નાં વિધાર્થીઓનું અભ્યાસ કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.દેવદયા માધ્યમિક શાળા- લજાઈ મોરબીના ટંકારા તાલુકાની દેવદયા માધ્યમિક શાળા- લજાઈ, કન્યા તાલુકા શાળા- લજાઈ, લજાઈ આંગણવાડી દ્વારા સંયુક્તપણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરેમાં આંગણવાડીના નાના ભૂલકાઓ , બાલવાટિકા અને ધોરણ -1 ના બાળકો અને ધો - 9 ના બાળકોને નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવી જ્ઞાનયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મોરબી શહેર તાલુકા શાળા નંબર - 1, બુનિયાદી કન્યા શાળામોરબી શહેરની તાલુકા શાળા નંબર 1 અને બુનિયાદી કન્યા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકાના કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા તથા સી.આર.સી.કો ઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલીયા સાહેબે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ-1 નાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બહાદુરગઢ પ્રાથમિક શાળા- મોરબી મોરબીની બહાદુરગઢ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રામપર, મધુપુર અને બહાદુરગઢ ત્રણેય શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. જે અંતર્ગત ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી સિટી મામલતદાર હસમુખભાઈ મારવાણીયા, ભરતભાઈ મોઢવાડીયા સી.આર.સી.કો. ઓર્ડીનેટર તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યકમને સફળ બનાવવા શાળાના આચાર્ય પ્રદિપભાઈ કુહાડીયા તેમજ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.બી.જે. કણસાગરા હાઈસ્કૂલ નસીતપરતારીખ 27/6/2025 શુક્રવારના રોજ જુના નસીતપર પ્રાથમિક શાળા, નવા નસીતપર પ્રાથમિક શાળા અને બી.જે. કણસાગરા હાઇસ્કૂલ નસીતપર આમ ત્રણેય શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી બી.જે. કણસાગરા હાઇસ્કૂલમાં યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, ટંકારા તાલુકાના મામલતદાર પી. એન. ગોર, સીઆરસી કોર્ડીનેટર શૈલેષભાઈ સાણજા, સરપંચ રમેશભાઈ કુંડારીયા, તલાટી મંત્રી કાજલબેન ભોરણીયા, ઉપસરપંચ સુરેશભાઈ મેરજા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ગડારા, ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલા, SMC અને SMDCના સભ્યો, ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ પ્રવેશ મેળવનાર આંગણવાડી, બાલવાટિકા, ધો. 1 અને ધો.9 ના બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા. શિક્ષણ કાર્યમાં અનેરા ઉત્સાહથી કામ કરવા બદલ કલેક્ટર કે.બી. ઝવેરીએ શિક્ષકો અને આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા. આમ ખૂબ જ આનંદપૂર્વક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ હતી.લખધીરગઢ પ્રાથમિક શાળા અને આંગણવાડીઆજ રોજ ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને ડેપ્યુટી ડાયરેકટર બી.એચ. વાઢેર તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડિવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. વિરેનભાઈ ઢેઢી તેમજ કૌશિકભાઈ ઢેઢી તેમજ તાલુકા ઉપપ્રમુખ મીનાબેન નિલેશભાઈ પટણી અને જયપાલસિંહ ઝાલા તેમજ સરપંચ ધર્મિષ્ઠાબેન સુભાષભાઈના હસ્તે શુભ પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે એસ. એમ. સી અધ્યક્ષ તેમજ સમિતિના સભ્ય, પંચાયત સભ્યો અને માતૃશક્તિએ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી બાળદેવોને પ્રોત્સાહિત કર્યા હતા.ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલયટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે તાજેતરમાં શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણના મહત્વને ઉજાગર કરવા અને બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શૈલેષભાઈ સાણજા, ભાજપ સંગઠનના રૂપસિંહભાઈ ઝાલા, મહિલા મોરચાના બારૈયા સોનલબેન, મિનાબેન પટણી, શાળાના આચાર્ય અસ્મિતાબેન ગામી અને કેમ્પસના કર્તાહર્તા ગોપાલભાઈ પટેલ, તાલુકા પંચાયતના રશ્મીબેન વિરમગામા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીએ કાર્યક્રમને વધુ રોનક આપી હતી. આ પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા અને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને...