મોરબી : તારીખ 25 જૂનના રોજ મોરબીના ફ્રેન્ડ્સ ક્લબ ફર્સ્ટ ક્રાય અને ગીતાંજલિ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટથી કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી, બી.ટી. સાવાણી કિડની હોસ્પિટલ અને મિનુ’ઝ સંડે સ્કૂલના સહયોગથી આરોગ્ય ચકાસણી અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે નિદાન બાદ દવાનું વિતરણ પણ ફ્રીમાં કરવામાં આવ્યું હતું.આ કેમ્પ દરમિયાન કેન્સર, કિડની રોગો અને એનિમિયા વિષે જાગૃતિ ફેલાવવા માહિતી આપવામાં આવી હતી. સાથે જ લોકો માટે નિઃશુલ્ક હિમોગ્લોબિન (HB), બ્લડ પ્રેશર (BP), સુગરની ચકાસણી તેમજ વેલસ્કોપ મશીન દ્વારા મૌખિક કેન્સર નિદાન માટે ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને સમયસર રોગ નિદાન અને જાગૃતિ પૂરું પાડવાનો રહ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં મોરબીના જાગૃત લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.