કલેક્ટર કચેરી પાસે ભારે વાહન હડફેટે ગડર બેન્ડ વળી ગયું, અકસ્માતનો ભયમોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર ભારે વાહનો ન પ્રવેશે તે માટે મુકવામાં આવેલ ગડર કોઈ હેવી વાહન હડફેટે બેવડું વળી જતા હાલમાં અત્યંત જોખમી બન્યું છે. કલેકટર કચેરી પાસે જ આ લોખંડનું હેવી ગડર નીચે નમી જતા અકસ્માત સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર કલેકટર કચેરી નજીક જ ભારે વાહનોને પ્રવેશબંધી માટે ફિટ કરવામાં આવેલ લોખંડના ગડર કોઈ અજાણ્યા વાહન હડફેટે બેવડું વળી જતા હાલમાં આ ગડર અત્યંત જોખમી બન્યું છે. સાથે જ રાત્રીના સમયે અંધારામાં કોઈ અજાણ્યા વાહન પસાર થાય તો વાહન ચાલકને અકસ્માત સર્જાય તેવો ભય તોળાઈ રહ્યો છે. આ સંજોગોમાં સંબંધિત વિભાગ સત્વરે આ નમી ગયેલું ગડર રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.