ભરતનગર અને ગાળા ગામ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયોમોરબી : મોરબી માળિયા હાઇવે પર આજે બપોરના સમયે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ભરતનગર અને ગાળા ગામ વચ્ચે આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રક, ટેન્કર અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો પ્રમાણે, ટ્રક નંબર GJ 12 AY 2459 મોરબી થી માળિયા તરફ જતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ ક્રોસ કરી સામે થી આવતા ટેન્કર સાથે અથડાયું હતું અને ત્યારબાદ સ્વિફ્ટ કાર પર પડ્યું હતું. આ અકસ્માતમાં ટ્રક ચાલકને સામાન્ય ઇજા થઈ હતી અને અન્ય લોકોનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને નેશનલ હાઈવે ઓથોરિટીના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. નેશનલ હાઇવે પેટ્રોલિંગ ટીમે ઘટના સ્થળે પહોંચી ક્રેઇન દ્વારા વાહનો હટાવી રસ્તો ક્લિયર કર્યો હતો.