મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરીને મોરબીના સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બસ સ્ટોપમાંથી કચરો સાફ કરવા માગ કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, સામા કાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જે બસ સ્ટોપ આવેલું છે ત્યાં કચરો તથા પાણીનો નિકાલ કરાવવામાં આવે. કેમકે વરસાદી પાણીનો નિકાલ નથી થતો જેના કારણે બસ સ્ટોપમાં ખૂબ જ ગંદકી ફેલાય છે. ત્યાંથી પસાર થતાં નાગરિકોને પણ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત અહીંયા પુલનું કામ બંધ હોવા છતાં પતરાની આડસ મારવામાં આવેલી છે. જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તેથી આ અંગે યોગ્ય કરવા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.