વાંકાનેર : વાંકાનેરના ભાટીયા સોસાયટીમાં આવેલા સંજર ગ્રીન્સના એક પ્લોટમાં નાગ અને નાગણની પ્રણય ક્રિડાની દુર્લભ અને આહ્લાદક ક્ષણો કેમેરામાં કેદ થઈ છે. સંજર ગ્રીન્સ વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં નાગ અને નાગણની જોડી પ્રકૃતિના સાનિધ્યમાં પ્રણય ક્રિડા કરતી જોવા મળી હતી. ત્યારે આ દ્રશ્યને ટંકારા એ બીટમાં જમાદાર તરીકે ફરજ બજાવી ચુકેલા શાહિદભાઈ સિદિકીએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી હતી. જેમાં નાગ-નાગણની નૃત્યાત્મક ગતિવિધિઓ, સંનાદ, કુદરતી સુંદરતા અને બન્નેની લયબદ્ધતા જોવા મળી હતી.