હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં હળવદ અને માળીયા મીયાણા પોલીસની હદ વિસ્તારમાંથી જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલ ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નાસ કરાયેલ મુદ્દામાલને પણ ખાડો ગાળી દાટી લેવામાં આવ્યો હતો.આજે હળવદ પોલીસ અને માળીયા મીયાણા પોલીસ દ્વારા હળવદના શક્તિનગર પાસે જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જેમાં. હળવદ પોલીસ દ્વારા ઝડપાયેલ 1928 બોટલ તેમજ માળીયા મીયાણા પોલીસ દ્વારા ઝડપાયેલ 12,326 બોટલ મળી કુલ 14,254 બોટલ દારૂ બિયર કિંમત રૂપિયા 1,28,56,883નો નાશ કરવામાં આવ્યો હતો.