મોરબી : મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમારના જન્મ દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકર સ્કૂલ તેમજ રચના વિદ્યાલયમાં આશરે 400 થી 500 બાળકોને બટુક ભોજન કરાવી અને બાળકોના આશીર્વાદ મેળવી જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમજ મોરબી જિલ્લામાં હેમુ ભીલડીયાના દર્દીઓને શક્ય હોય તેટલી સ્વયં જવાબદારી સ્વીકારી કોઈપણ દર્દીને માનવ જીવન ઉપયોગી થાય તેટલી મદદ કરવા નિર્ધાર કર્યો હતો.