હળવદ : હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં મનીષભાઈ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની નવલભાઈ રાજુભાઇ મોહનીયા ઉ.25 નામના ખેત શ્રમિકનો નાનો પુત્ર અનુરાજ પાણીના હોઝ પાસે રમતો હોવાથી આ બાબતે પતિ - પત્ની વચ્ચે બોલાચાલી થતા મૃતક નવલભાઈને મનોમન લાગી આવતા ગત તા.24ના રોજ ઝેરી દવા પી લીધી હતી.બાદમાં નવલભાઈને પ્રથમ ચરાડવા બાદ મોરબી અને ત્યાંથી વધુ સારવારમાં રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.