મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી અપાયો પ્રવેશ : દાતાઓનું કરાયું સન્માન મોરબી : સમગ્ર રાજ્યમાં શાળાઓમાં 26 થી 28 જૂન સુધી રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનું આયોજન આજે તારીખ 27 જૂન ને શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના છેવાડાના અંતરિયાળ ઠીકરીયાળામોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના છેવાડાના અંતરિયાળ ઠીકરીયાળા ગામમા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને પ્રાંત અધિકારી વી . ડી. સાકરીયાના સયુંક્ત અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.વાંકાનેરની જુના કણકોટ ઘીયાવડ પ્રાથમિક શાળા વાંકાનેરની જુના કણકોટ ઘીયાવડ પ્રાથમિક શાળા અને ઇશ્વરીયા નેસ પ્રાથમિક શાળામાં સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય વિજયભાઈ સુરેલિયા, જિલ્લા પંચાયત સદસ્ય હરદેવસિંહ જાડેજા, લાયઝન ગિરિરાજસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય મહેમાનો અને મંચસ્થ આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બાલવાટિકાના 30 ભૂલકાઓને દફતર, કંપાસ, નોટબુક, સ્ટેશનરી સહિતની કીટ મહેમાનોના હસ્તે આપીને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો.મોરબીની વીરનગરની પ્રાથમિક શાળામોરબીની વીરનગરની પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ દરમ્યાન દાતાના સહયોગથી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતીયા કન્યા તાલુકા શાળા અને હડમતીયા કુમાર પ્રાથમિક શાળાઆજે માતૃશ્રી એમ.એમ. ગાંધી વિદ્યાલય, હડમતીયા કન્યા તાલુકા શાળા અને હડમતીયા કુમાર પ્રાથમિક શાળાના ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને વાલીઓને સરકારી શાળામાં પ્રવેશ લેવા પ્રોત્સાહિત કરાયા હતા. આ દરમિયાન હડમતીયા કન્યા તાલુકા શાળાના ધોરણ 5માં CET પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર કુલ સાત વિદ્યાર્થીનીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ટંકારાની નાના રામપર, રામનગર, મહેન્દ્ર પૂર અને ઉમિયાનગર પ્રાથમિક શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ કલેક્ટર કે.બી. ઝવેરી તથા મામલતદાર ગોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.શ્રી કાલિકાનગર પ્રાથમિક શાળામાં શાળાશ્રી કાલિકાનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1ના બાળકોનું ઉમળકાભેર શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા પ્રવેશપાત્ર બાળકોને કીટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી ડેપ્યુટી ડાયરેક્ટર, ટેક્નિકલ શિક્ષણ મહેશ અઘારા તથા મોરબી તાલુકા આરોગ્ય અધિકારી ડો. કોટડીયાએ ઉપસ્થિત રહી બાળકોનું સ્વાગત કરી ગામ લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. લાયન્સ નગર પ્રાથમિક શાળા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં લાયન્સ નગર પ્રાથમિક શાળા ખાતે ગોકુળ નગર પ્રાથમિક શાળા, કપુરીવાડી પ્રાથમિક શાળા અને લાયન્સ નગર પ્રાથમિક શાળાનો સંયુક્ત કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ -2025 યોજાયો હતો. જેમાં આંગણવાડી,બાલવાટિકા, ધો. - 1ના 152 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો.મોરબીની ખારી ત્રાજપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મોરબીની ખારી ત્રાજપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આજે તારીખ 27 જૂનના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી ITI ના આચાર્ય જયેશભાઈ હળવદિયા, CRC કોર્ડિંનેટર રમેશભાઈ હુંબલ, SMC અધ્યક્ષ કુંવરીયા ચંદુભાઈ, ત્રાજપર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા તથા આરોગ્ય વિભાગના ડોકટર, આંગણવાડી કાર્યકર તથા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડીના 21, બાલવાટિકાના 33 અને ધોરણ 1 ના 52 વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશપાત્ર તમામ બાળકોને સ્કૂલ બેગ સહિતની શૈક્ષિણક કીટની ભેટ ત્રાજપરના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા દ્વારા આપવામાં આવી હતી.ટંકારા તાલુકાની પીએમશ્રી સજનપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણીઆજ રોજ 27 જૂનના રોજ ટંકારા તાલુકાની પીએમશ્રી સજનપર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ ગાંધીનગરથી હાયર એજ્યુકેશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર બી.એચ. વાઢેર અને તેમની સાથે પીપળીયારાજના આયુર્વેદિક ડોક્ટર દિલીપભાઈ વિઠલાપરા પણ હાજર રહ્યા હતા. તેમજ સીઆરસી કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ પટેલ પણ લાઈઝન તરીકે હાજર રહ્યા હતાં. આ ઉપરાંત સરપંચ વિનોદભાઈ સીણોજિયા અને પંચાયતના સભ્યો, ગામના તલાટી કમ મંત્રી આ. વી. બોપલીયા, સજનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મંત્રી કેશુભાઈ રૈયાણી તેમજ ગૌશાળાના આગેવાન સાગરભાઇ કોરડીયા અને ગૌશાળાના સર્વે ગૌસેવકો અને તેમની સાથે શાળાના એસએમસીના અધ્યક્ષ મનસુખભાઈ ગામી તેમજ smcના તમામ સભ્યો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતાં. આ શાળા પ્રવેશોત્સવમાં બાળકોને જુદી જુદી પરીક્ષાઓ જેવી કે જવાહર નવોદય, CET, NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષાઓમા જિલ્લાના મેરીટમાં આવેલ બાળકોને અને શાળામાં 100% હાજરી, ખેલ મહાકુંભ અને અન્ય પ્રવૃતિઓ માટે ઇનામો તેમજ ધો. 3 થી 8 મા ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેના દાતાઓ દેવરાજભાઈ ચકુભાઈ દેસાઈ, મનસુખભાઈ કે. પરેચા (રાધે), મગનભાઈ માવજીભાઈ જીવાણી, જયંતિભાઈ રાણીપા, મનસુખભાઈ ગામી અને ચંદુભાઈ કાસુન્દ્રાનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરાયો હતો.સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ સિણોજીયા અને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે ધોરણ 3 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણ અને વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર એચ. સી. પરમાર, સી.આર.સી. મુકેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા ICDS રમેશભાઈ, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ હુંબલ, ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, એસ.એમ.સી. તેમજ એસ.એમ.ડી.સી.ના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોડેલ સ્કૂલના આચાર્ય ભરતભાઈ વિડજા, પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા તેમજ બંને શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે છ શાળાઓનો કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉમંગભેર સમાજોત્સવ ની જેમ ઉજવાયોમોરબી : આજરોજ શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા ખાતે શ્રી બંધુનગર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર પ્રાથમિક શાળા, શ્રી નવા મકનસર વાદી વિસ્તાર પ્રાથમિક શાળા, જુના મકનસર પ્રાથમિક શાળા, શ્રી પ્રેમજીનગર પ્રાથમિક શાળા તથા શ્રી ગોકુળ નગર પ્રાથમિક શાળા નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. આ તકે મુખ્ય અતિથિઓ તરીકે માનનીય શ્રી સંજયભાઈ સોની સાહેબ (ડેપ્યુટી કમિશનર શ્રી મોરબી મહાનગર પાલિકા), શ્રી એચ. જી. મારવણીયા સાહેબ( સિટી મામલતદાર શ્રી મોરબી), મોઢવાડીયા ભરતભાઈ (લાયઝન ઓફિસર), સહદેવભાઈ દેગામા ગામ ના અગ્રણી, રાજુભાઈ પરમાર ( ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ મોરબી તાલુકા પંચાયત) , દેવજીભાઈ પરમાર તથા રાકેશભાઈ કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓ ના વરદ હસ્તે કીટ વિતરણ કરી બાલવાટિકા, ધોરણ ૧ તથા આંગણવાડી ના બાળકોને હર્ષભેર પ્રવેશ અપાયો. સરકારશ્રી ની વિવિધ યોજનાઓ સંદર્ભે જે વિધાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેરિટ સાથે પાસ કરી તેમને અતિથિઓ ના વરદ હસ્તે શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. તમામ છ શાળા ના આચાર્યશ્રી અમૂલભાઈ જોષી, અશોકભાઈ વસિયાણી , પરેશ ભાઈ પઢારીયા, માનસીબેન ભટ્ટ, ચંદ્રિકાબેન ઠોરિયા, જલ્પાબેન કૈલા તથા સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અમૂલભાઈ જોષીએ કર્યું હતું.મોરબી રોટરીગ્રામ ,અમરનગર, શક્તિનગર ત્રણેય શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : મોરબી રોટરીગ્રામ ,અમરનગર, શક્તિનગર ત્રણેય શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદીના અધ્યક્ષતામાં અમરનગર પ્રા.શાળા પરિસરમાં યોજવામાં આવેલ નવા પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળા માં પ્રવેશ કરાવ્યો હતો, તેમજ બાહ્ય પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા. દરેક ધોરણમાં ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસની કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી એ દીકરીઓના શિક્ષણ બાબતે વાલીઓ ને ખાસ ટકોર કરતા જણાવ્યું કે દીકરી ગામમાં અભ્યાસ હોય ત્યાં સુધી ભણે છે પછી બહાર ભણવા જવાનું થાય ત્યારે અભ્યાસ છોડી દીએ છે. તે બાબતે દરેક વાલી જાગૃત બની આગળ દિકરીને ભણાવશે. આભારવિધિ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળા ના આચાર્ય મણિલાલ વી.સરડવા એ કરી હતી. એસ.એમ.સી. સમિતિની મિટિંગમાં જાણકારી મેળવી હતી.છેલ્લે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા ત્રણેય શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.