વતનમાં ગયેલા મોટાભાઈને તેડીને પરત આવતી વેળાએ અકસ્માત સર્જાયોમોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં ભાગમાં ખેતીની જમીન વાવતો મધ્યપ્રદેશનો વતની ખેત શ્રમિક યુવાન પોતાના મોટાભાઈને તેડવા માટે મોરબી આવ્યા બાદ પરત જતો હતો ત્યારે બાઈક આડે ખુટિયો ઉતરતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતી.જ્યારે સાથે રહેલા ભાઈને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર ગામની સીમમાં વિજયસિંહ ઝાલાની વાડીએ ખેતમજૂરી કરતો વિરમ કેકડીયાભાઈ પસાયા વતનમાં ગયો હોય વતનથી પરત આવતા પોતાના નાના ભાઈ રવીનને બાઈક લઇ મોરબી આવી તેડી જવા કહ્યું હતું. બાદમાં બન્ને ભાઈઓ પંચાસર પરત જતા હતા ત્યારે મયુર ડેરી પાસે બાઈક આડે ખુટિયો ઉતરતા અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં રવીનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલા વિરમને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે મૃતકના પિતા કેકડીયાભાઈ પસાયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.