મોરબી : મોરબી-વાંકાનેર વચ્ચે મુસાફરોની સુવિધા માટે ડેમુ ટ્રેન ચાલી રહી છે. આ ડેમુ ટ્રેન અનિવાર્ય સંજોગોના કારણે આગામી તારીખ 29 જૂન ને રવિવારના રોજ બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જેથી 29 જૂન ને રવિવારના રોજ આખો દિવસ વાંકાનેર-મોરબી અને મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સેવા બંધ રહેશે. જેની તમામ યાત્રિકોએ નોંધ લેવા રેલવે વિભાગ, રાજકોટ ડિવિઝન દ્વારા જણાવાયું છે.રવિવારે બંધ રહેનાર ડેમુ ટ્રેનની વિગત નીચે મુજબ છે 1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર3) ટ્રેન નંબર 79454 મોરબી-વાંકાનેર4) ટ્રેન નંબર 79444 મોરબી-વાંકાનેર5) ટ્રેન નંબર 79446 મોરબી-વાંકાનેર6) ટ્રેન નંબર 79448 મોરબી-વાંકાનેર7) ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી8) ટ્રેન નંબર 79443 વાંકાનેર-મોરબી9) ટ્રેન નંબર 79453 વાંકાનેર-મોરબી10) ટ્રેન નંબર 79445 વાંકાનેર-મોરબી11) ટ્રેન નંબર 79447 વાંકાનેર-મોરબી12) ટ્રેન નંબર 79451 વાંકાનેર-મોરબીરેલ યાત્રીઓને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.