મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ જુગાર રમતા ઝડપાયામોરબી : મોરબી શહેરમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ ગુરુવારે સાંજે બે અલગ અલગ દરોડામાં બે જુગારધામ ઝડપાઇ ગયા હતા જેમાં 5 મહિલા સહિત 22 જુગારીઓ પાના ટીચતા ઝડપાઇ ગયા હતા.નોંધનીય છે કે, મોરબી ક્રાઈમબ્રાન્ચે આલાપ રોડ ઉપર ઝડપી લીધેલા જુગરધામમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના રામચોકમાં કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમા બહાર થી માણસો બોલાવી આરોપી ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી (1) ક્રુષ્ણસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (2) વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઇ બાંભવા (3) ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા (4) યશભાઇ અરવિંદભાઈ ગૌસ્વામી (5) મનસુખભાઇ ડાયાભાઇ જીલરીયા (6) આશીફભાઇ તૈયબભાઇ અધામ (7) હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા (8) અર્જુનભાઇ ભરતભાઇ ગજેરા (9) દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ (10) મયુરસિંહ હરપાલસિંહ જાડેજા (11) સોહીલભાઇ દાઉદભાઇ સુમરા (12) સુરેશભાઇ દિનેશભાઇ માજુસા (13) રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા અને (14) અલીભાઇ ગુલામભાઇ ચાનીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 1,21,900 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, આલાપ રોડ ઉપર કર્મયોગી સોસાયટીમાં આવેલ સિલ્વર ગુડ એપાર્ટમેન્ટમાં આરોપી ભાવેશભાઇ પટેલ પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી 1. ભાવેશભાઇ પ્રવિણભાઇ પટેલ 2. મૌલીકભાઇ પ્રદિપભાઈ વિરમગામા 3.હસમુખભાઇ રણછોડભાઈ વરમોરા 4. લીલાબેન આનંદભાઇ મહાલીયા 5. હંસાબેન કિશોરભાઈ ગૌસ્વામી 6. વીણાબેન જયંતીભાઇ મેરજા, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ 7. દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની અને 8. મનીષાબેન ચંદુભાઇ માકડીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. દરોડા સ્થળેથી પોલીસે રોકડા રૂપિયા 85,900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.આ જુગાર દરોડામાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝડપાઇ જતા રાજકીય ગલીયારામાં તરેહ તરેહની ચર્ચા ઉઠી છે.