મોરબી : મોરબીમાં હાઈવે પર જાંબુડીયા બ્રિજ પાસે ચાલુ વરસાદમાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા છે. જાંબુડીયા બ્રિજ પાસે દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. વાહનચાલકોના જણાવ્યા પ્રમાણે સર્વિસ રોડ પર ભારે ટ્રાફિકજામ થયો છે. દોઢ કિલોમીટર સુધી વાહનોની લાઈન લાગી છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ટ્રાફિકજામના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. અવારનવાર આ જગ્યાએ ટ્રાફિકજામ થાય છે. રોડની બન્ને બાજુ ટ્રાફિકજામ જોવા મળ્યો છે. વાહનચાલકો 20 મિનિટથી ટ્રાફિકજામમાં ફસાયા છે.