તસ્કરે કાળ ભૈરવ મંદિર તેમજ મહાદેવ મંદિરની દાનપેટી તોડી ચોરી કરીહળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં આવેલ બે અલગ અલગ મંદિરની દાનપેટી તોડી અજાણ્યો તસ્કર રૂપિયા 52 હજારની ચોરી કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી આશ્રમમાં આવેલ કાળ ભૈરવ મંદિર તેમજ મહાદેવ મંદિરની દાનપેટી તોડી અજાણ્યો તસ્કર રૂપિયા 52 હજારની ચોરી કરી જતા બનાવ અંગે મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.