હળવદ : હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરે પૂજ્ય દાસારામ બાપાની 276 મી પુણ્યતિથિ નિમિત્તે આજે સામૂહિક અષાઢી બીજનું આયોજન કરાયું હતું. આ મહોત્સવ અંતર્ગત સવારે 9:00 કલાકે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ બપોરે આરતી બાદ મહાપ્રસાદ યોજાયો હતો. કાર્યક્રમનો તમામ ખર્ચ દાતા નગાભાઈ મેરાભાઈ પીપરોતરે ઉઠાવ્યો હતો.